ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૩/અનુક્રમ/મ/મસ્તરંગના કવિઓ

From Ekatra Wiki
Jump to navigation Jump to search


મસ્તરંગના કવિઓ : ‘સુન્દરમે’ ગુજરાતી કવિતામાં જુદી ભાત પાડનાર ‘કલાન્ત કવિ’ – બાળશંકર ઉલ્લાસરામ કંથારિયા, મણિલાલ નભુભાઈ દ્વિવેદી, ‘કલાપી’, ‘મસ્ત કવિ’ – ત્રિભુવન પ્રેમશંકર અને ‘સાગર’ – જગન્નાથ દામોદર ત્રિપાઠી એમ પાંચ કવિઓને મસ્તરંગના કવિ તરીકે ઓળખાવ્યા છે. એમના મત પ્રમાણે ભક્તિમસ્ત કવિઓની પ્રેમમસ્તી આ કવિઓએ નવી રીતે ગાઈ છે, અને પ્રાચીન પ્રણાલિના કવિઓના આંતરિક ખમીરને સૂફીવાદ, દેવીભક્તિ, ફારસી કવિતા અને અંગ્રેજી કવિતાના પ્રકૃતિરહસ્યવાદ દ્વારા નવા રૂપે પ્રગટ કર્યું છે. ચં.ટો.