ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૩/અનુક્રમ/મ/મહાકાવ્યાત્મક કથન

From Ekatra Wiki
Jump to navigation Jump to search


મહાકાવ્યાત્મક કથન (Epic Narrative) : સાવ સાદા વિષયોનું પ્રેમ, શૌર્ય કે કરુણ જેવા મહાકાવ્યના વિષયોની જેમ થતું કથન. આ પ્રકારનાં કથનની શૈલી ભવ્ય અને ઔપચારિક હોય છે. આવું કથન મહાકાવ્યના લંબાણ કે સંકુલતા વગરનું અને અત્યંત આલંકારિક શૈલીમાં થતું હોય છે. મહાનવલ (Epic Novel) એ મહાકાવ્યની સપાટીએ પહોંચતી અને સ્વરૂપભેદ હોવા છતાં મહાકાવ્યના ગુણો જાળવતી નવલ છે. પ.ના.