ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૩/અનુક્રમ/મ/માનવીય દોષ

From Ekatra Wiki
Jump to navigation Jump to search


માનવીય દોષ (Humanist fallacy) : ભાષા અને માનવીય આત્મલક્ષિતાને જ્યારે સાંકળવામાં આવે છે ત્યારે સંરચનાવાદીઓ એને ‘માનવીય દોષ’ ગણે છે. એમને મતે કૃતિ કે પાઠને લેખકના જીવંત અવાજના અનુલેખન રૂપે સ્વીકારવામાં આવે ત્યારે કર્તા અને વાચકની વચ્ચે ગેરલાભ કરનારો કોઈ બોજ આવી પડે છે. આથી સંરચનાવાદીઓએ કૃતિ કે પાઠમાંથી મનુષ્યના અંગતનો સંપૂર્ણ છેદ ઉડાડી કૃતિ કે પાઠના અન્ત :સ્થ નિયમોને જ મુખ્ય ગણ્યા છે. ચં.ટો.