ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૩/અનુક્રમ/મ/મૌખિકતા અને નવીનતા

From Ekatra Wiki
Jump to navigation Jump to search


મૌખિકતા અને નવીનતા(Originality and novelty) : અપૂર્વ અભિગમ સાથે તાજગીપૂર્ણ, સ્વતંત્ર અને વૈયક્તિક રીતે અભિવ્યક્તિ આપતું લેખકનું સામર્થ્ય એ મૌલિકતા છે. નવું સર્જવા કરતાં પહેલાં ક્યારેય ન કહેવાઈ હોય એ રીતે વસ્તુઓને કહેવાની સંવેદનરીતિ કે નવોન્મેષપૂર્ણ અભિવ્યક્તિ સાથે એનો સંબંધ છે. જ્યારે નવીનતાનો સંબંધ તરંગ અને કોટિ સાથે ઉપરછલ્લા ગુણધર્મો સાથે છે. ડેય્વ સ્મિથે વ્યાખ્યા આપી છે કે થ્રી–ડી વિઝન નવીનતા છે, પણ પિકાસો મૌલિકતા છે. ચં.ટો.