ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૩/અનુક્રમ/ય/યુક્તિ-અયુક્તિતક વિવેચન
Jump to navigation
Jump to search
યુક્તિક-અયુક્તિક વિવેચન(Canny and uncanny criticism) : ભાષા અંગેના નક્કર વૈજ્ઞાનિક જ્ઞાનવિકાસના આધાર પર સાહિત્યના અભ્યાસની સૈદ્ધાન્તિક અને તાર્કિક વ્યવસ્થાને પુરસ્કારનાર યુક્તિક વિવેચકો ‘સાહિત્યવિજ્ઞાની’ઓ છે. જ્યારે અયુક્તિક વિવેચકોનાં લખાણો અતાર્કિક અને અનિયંત્રિત હોય છે છતાં એમના વ્યવસ્થાભંગની નીચે પ્રચ્છન્ન વ્યવસ્થાનો આવિષ્કાર જોઈ શકાય છે.
ચં.ટો.