ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૩/અનુક્રમ/ર/રહસ્યકથા

From Ekatra Wiki
Jump to navigation Jump to search


રહસ્યકથા (Detective Story) : મોટેભાગે હત્યા જેવા ગુનાઓનો ગુપ્તચર દ્વારા રહસ્યસ્ફોટ થતો હોય એવી નિરૂપણાત્મક રહસ્યકથા. અંગ્રેજી સાહિત્યમાં, ૧૮૪૧માં ‘The murder in the Rue morgue’ દ્વારા એડગર એલન પોએ પ્રથમ કલ્પનોત્થ રહસ્યકથાનું સર્જન કર્યું. ૧૮૮૭માં સર આર્થર કૉનન ડૉય્લની ‘શર્લોક હોમ્ઝ શ્રેણી’ દ્વારા રહસ્યકથાનો પ્રશિષ્ટ યુગ શરૂ થયો. ઍગથ ક્રિસ્ટી, અર્લસ્ટૅન્લી ગાર્ડનર અને છેલ્લે જેય્મ્ઝ હૅડલી ચેય્સ જેવા રહસ્યકથાકારો દ્વારા આ સ્વરૂપનો વિકાસ થયો. આજની મોટાભાગની વેચાણ-વિક્રમો ધરાવતી નવલકથાઓ રહસ્યકથાઓ છે. હ.ત્રિ.