ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૩/અનુક્રમ/ર/રાજકવિ
Jump to navigation
Jump to search
રાજકવિ (Poet Laureate) : ગ્રેટ બ્રિટનમાં, પોતાનું પ્રતિનિધિત્વ કરવા માટે રાજાએ પસંદ કરેલા કવિને અપાતો અંગ્રેજી ઇલ્કાબ. રાજ્યસમારંભો માટે કવિતાઓ લખે એવી રાજકવિ પાસેથી સામાન્ય રીતે અપેક્ષા રખાતી. પરંતુ આધુનિક સમયમાં હવે માત્ર વિશેષ દરજ્જા રૂપે જ ઇલ્કાબ પ્રદાન કરવામાં આવે છે. ઇંગ્લેન્ડનો પહેલો અધિકૃત રાજકવિ બેન જોન્સન (૧૫૭૩૧૬૩૭) છે, પણ આ ઇલ્કાબ પહેલો મેળવનાર જોન ડ્રાયડન (૧૬૮૮) છે. વર્ડ્ઝવર્થ (૧૮૪૩-૫૦), ટેનીસન (૧૮૫૦-૯૨). રોબર્ટ બ્રિજિઝ (૧૯૧૩-૩૦), જૉન મેસફીલ્ડ (૧૯૩૦-૬૭) વગેરેએ પણ આ ઇલ્કાબ મેળવ્યો છે.
ચં.ટો.