ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૩/અનુક્રમ/ર/રૂઢ પ્રતિભાવ

From Ekatra Wiki
Jump to navigation Jump to search


રૂઢ પ્રતિભાવ (Stock Response) : આઈ. એ. રિચર્ડ્ઝ દ્વારા સૌ પ્રથમ પ્રયોજાયેલી આ સંજ્ઞા કૃતિના વાચન બાદ મળતા તાત્કાલિક સાધારણ પ્રતિભાવનું સૂચન કરે છે. મોટેભાગે આ પ્રકારનો પ્રતિભાવ ચીલાચાલુ દૃષ્ટિબિંદુ, અપૂરતી સમજ તથા અસંગત અભિગમ દર્શાવે છે. ચં.ટો.