ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૩/અનુક્રમ/ર/રૂપકપ્રબંધ

From Ekatra Wiki
Jump to navigation Jump to search


રૂપકપ્રબંધ, રૂપકકથા(Allegory) : મૂળે તો રૂપકપ્રબંધ એ ગદ્ય યા પદ્યમાં દ્વિઅર્થી કથા છે. એટલે એવી કથા જે બે સ્તરે વાંચી શકાય,સમજી શકાય, એનું અર્થઘટન થઈ શકે. એમાં સૂચક રીતે સરખી લાગતી અન્ય વસ્તુના ઓથા હેઠળ કોઈ એક વસ્તુનું વર્ણન હોય છે. આ પ્રકારના વર્ણનમાં પાત્રો, કાર્ય અને ક્યારેક તો દૃશ્યો પણ એવી રીતે રચવામાં આવ્યાં હોય કે એમનો પોતાનો અર્થ સીમિત રહેતો નથી, પરંતુ એમની સાથે સંબંધિત અન્ય કોઈ વ્યક્તિઓ, વસ્તુઓ અને ઘટનાઓના ક્રમને પણ એ સૂચવે છે. એટલેકે પાત્રો, કાર્ય અને દૃશ્યો વ્યવસ્થિત રીતે પ્રતીકાત્મક હોય છે. આને ઘણીવાર વિસ્તારેલા રૂપક તરીકે પણ ઓળખવામાં આવે છે. મધ્યકાળનું આ એક સર્વસ્વીકૃત કાવ્યસ્વરૂપ છે. જેમકે ‘ત્રિભુવન-દીપકપ્રબંધ’. ચં.ટો.