ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૩/અનુક્રમ/ર/રે મઠ

From Ekatra Wiki
Jump to navigation Jump to search


રે મઠ : ‘કુમાર’ સામયિક અને તેના તંત્રી બચુભાઈ રાવતની નિશ્રામાં ચાલતી ‘બુધસભા’ની સમાંતરે તેમજ પછીથી, નવી પેઢીના, આદિલ મન્સૂરી, લાભશંકર ઠાકર, ચિનુ મોદી જેવા પ્રયોગશીલ અને પ્રત્યાઘાતી કવિઓએ યોજેલાં કવિ-મિલનોની પરંપરા સંસ્થાકીય રૂપે ‘રે મઠ’ નામે સ્થિર થયેલી. પ્રયોગધર્મિતા અને તજ્જન્ય ઉત્સાહના પાયા પર આરંભાયેલી રે મઠની પ્રવૃત્તિએ દોઢેક દાયકાની મજલ કાપી છે અને એ દરમ્યાન ‘કૃતિ’ જેવું, પ્રયોગશીલ કવિતા પ્રકાશિત કરતું સંસ્થાકીય મુખપત્ર પ્રગટ કર્યું છે. ગુજરાતી કવિતાનાં સ્થિર થઈ હવડ બનવા જતાં પાણી ‘રેમઠ’ની કાવ્યપ્રવૃત્તિથી ખળભળીને વહેતાં રહ્યાં છે. ર.ર.દ.