ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૩/અનુક્રમ/લ/લૌકિક વ્યુત્પત્તિ
Jump to navigation
Jump to search
લૌકિક વ્યુત્પત્તિ(Folk etymology) : શબ્દ કે સમાસ કેવી રીતે બન્યો છે એની જાણકારીના અભાવમાં તાલીમ ન પામેલા લોક દ્વારા શબ્દ કે સમાસનું બહારના દેખીતા સાદૃશ્યને આધારે ખોટા ઘટકોમાં વિશ્લેષણ થાય એ લૌકિક વ્યુત્પત્તિ છે. ‘કલાપી’નું ‘કલાને પી ગયો છે તે’ એવું કે ‘માશી’નું ‘મા શી’ એનું વિશ્લેષણ થાય ત્યારે એમાં હરિવલ્લભ ભાયાણીના મત પ્રમાણે ‘વ્યુત્પત્તિવેડા’ કે ‘સોંઘી વ્યુત્પત્તિ’ જોઈ શકાય છે.
ચં.ટો.