ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૩/અનુક્રમ/વ/વસ્તુ

From Ekatra Wiki
Jump to navigation Jump to search


વસ્તુ : સંસ્કૃત કાવ્યશાસ્ત્રમાં કથાવસ્તુને વસ્તુ કહે છે. એના બે પ્રકાર છે : મુખ્યકથા એટલેકે આધિકારિક વસ્તુ અને ગૌણકથા એટલેકે પ્રાસંગિક વસ્તુ. વસ્તુને ત્રણ રીતે જોવામાં આવે છે. ઇતિહાસ-પુરાણમાંથી લીધેલી કથા પ્રખ્યાત વસ્તુ છે. કવિકલ્પિત કથા ઉત્પાદ્ય વસ્તુ છે અને બંનેનું મિશ્રણ કરતી કથા મિશ્રવસ્તુ છે. ચં.ટો.