ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૩/અનુક્રમ/વ/વસ્તુલક્ષી સહસંયોજક

From Ekatra Wiki
Jump to navigation Jump to search


વસ્તુલક્ષી સહસંયોજક(Objective Correlative) : ‘હેમ્લેટ’ના સંદર્ભે ટી.એસ. એલિયટે આ સંજ્ઞા આપી છે. પોતાને પ્રગટ કર્યા વગર પોતાની વાત કરવામાં, પોતાના અંગત ભાવને કલાત્મક ભાવમાં રૂપાન્તરિત કરવામાં, પોતાના અંગત ઇતિહાસમાં નહિ પણ કવિતા ખુદમાં ભાવનો પ્રાણ રોપવામાં એલિયટે વસ્તુલક્ષી સહસંયોજકને એક મહત્ત્વનું રચનાતંત્ર ગણ્યું છે. એલિયટે આપેલી આ સંજ્ઞા પાછળ એલિયટનો ભાવલોપ અને વ્યક્તિલોપનો સિદ્ધાન્ત, એનો બિનંગત કવિતાનો સિદ્ધાન્ત, પડેલો છે. ચં.ટો.