ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૩/અનુક્રમ/વ/વિરોધ પ્રસ્તુતિ

From Ekatra Wiki
Jump to navigation Jump to search


વિરોધ પ્રસ્તુતિ(Oxymoron) : ચોક્કસ અસર ઉપસાવવા માટે એક જ અભિવ્યક્તિમાં વિરુદ્ધ અર્થના બે શબ્દો કે વાક્યખંડોનો ઉપયોગ. જેમકે, સુરેશ દલાલના ‘અનુભૂતિ’ કાવ્યમાં ‘કંપ્યું જળનું રેશમ પોત / કિરણ તો ઝૂક્યું થઈ કપોત / વિધવિધ સ્વરની રમણા જંપી નીરવની વાંસળીએ. ચં.ટો.