ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૩/અનુક્રમ/વ/વિવક્ષાસિદ્ધાન્ત

From Ekatra Wiki
Jump to navigation Jump to search


વિવક્ષાસિદ્ધાન્ત(Intentional theory) : સાહિત્યકૃતિની સૌન્દર્યનિષ્ઠ સામગ્રીના વર્ણનમાં સર્જક કે ભાવકની અભિવૃત્તિ ભાવના કે આશયની કામગીરીને મુખ્ય ગણવામાં આવતી હોય એ સાહિત્યનો વિવક્ષા સિદ્ધાન્ત છે; આનાથી ઊલટો સાહિત્યનો વિસ્તૃતિ સિદ્ધાન્ત(extensional theory) સંયોજક ઘટકોને સમાવિષ્ટ કરનાર કૃતિત્વ પર ભાર મૂકે છે. ચં.ટો.