ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૩/અનુક્રમ/વ/વિશેષ નામ

From Ekatra Wiki
Jump to navigation Jump to search


વિશેષ નામ (Epithet) : વ્યક્તિ કે વસ્તુના ગુણવિશિષ્ટનો નિર્દેશ કરે એવું વિશેષણ કે એવો વિશેષણખંડ. જેમકે બ. ક. ઠાકોરનું ‘જૂનું પિયરઘર’ સૉનેટમાં જુઓ : ‘માડી મીઠી સ્મિત મધુર ને ભવ્ય મૂર્તિ પિતાજી, / દાદી વાંકી રસિક કરતી ગોષ્ઠિથી બાળ રાજી. ચં.ટો.