ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૩/અનુક્રમ/વ/વૈયક્તિકત પ્રતિભા

From Ekatra Wiki
Jump to navigation Jump to search


વૈયક્તિક પ્રતિભા(Individual Talent) : કાવ્યવિવેચનમાં પરંપરા અને વૈયક્તિક પ્રતિભાના સંબંધની વિગતવાર ચર્ચા ટી. એસ. એલિયેટે તેમના ‘ટ્રેડિશન ઍન્ડ ઇન્ડિવિડ્યુઅલ ટેલન્ટ’ નામના લેખમાં કરી છે. વર્ડ્ઝવર્થ, કીટ્સ વગેરે કવિઓ આ પ્રકારના પ્રશિષ્ટ અભિગમની સામી બાજુની વિચારસરણી ધરાવે છે અને વૈયક્તિક પ્રતિભાને મહત્ત્વ આપે છે. સાહિત્યસર્જનમાં વૈયક્તિક પ્રતિભાની પ્રતિષ્ઠા કરાવનાર રંગદર્શી(Romantic) અભિગમનો વિરોધ કરતાં એલિયેટ પરંપરાનો પુરસ્કાર કરે છે. વૈયક્તિક પ્રતિભાની સાથોસાથ ઐતિહાસિક દૃષ્ટિની અનિવાર્યતા ઉપર ભાર મૂકતાં એલિયટ વસ્તુલક્ષી કલાકૃતિની પ્રતિષ્ઠા કરે છે. પ.ના.