ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૩/અનુક્રમ/વ/વ્યવહારવાદ

From Ekatra Wiki
Jump to navigation Jump to search


વ્યવહારવાદ(Pragmatism) : વ્યવહારનાં પરિણામો અને મૂલ્યો પર ભાર મૂકતી તત્ત્વજ્ઞાનપરક ઝુંબેશ. વ્યવહારવાદ ઉપયોગિતા અને વ્યવહારુતાને લક્ષ્ય કરે છે અને માને છે કે કોઈપણ કથનના મૂલ્યની કસોટી એનાં વ્યવહારુ પરિણામ પર નિર્ભર છે. વ્યવહારવાદનો પ્રધાન પુરસ્કર્તા અમેરિકન મનોવિજ્ઞાની અને ફિલસૂફ વિલ્ય્મ જેમ્સ છે. જેમ્સ, જોન ડ્યૂઈ અને અન્ય વ્યવહારવાદીઓ માને છે કે જીવવું એ, તાર્કિક રીતે વિચારવા કરતાં વધુ મહત્ત્વનું છે. વિચારે, અંતિમ સત્યોને શોધવા કરતાં સંતોષકારી વ્યવહારુ ધ્યેયો પર ધ્યાન કેન્દ્રિત કરવાની જરૂર છે. આધુનિક સાહિત્યમાં વાસ્તવવાદના વિકાસમાં વ્યવહારવાદનો પ્રભાવ રહ્યો છે. ચં.ટો.