ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૩/અનુક્રમ/વ/વ્યાજસ્તુતિ

From Ekatra Wiki
Jump to navigation Jump to search


વ્યાજસ્તુતિ : દેખીતી રીતે નિંદા કે સ્તુતિ હોય પણ નિંદાનું સ્તુતિમાં કે સ્તુતિનુ નિંદામાં પર્યવસાન થતું હોય ત્યારે વ્યાજસ્તુતિ અલંકાર બને. જેમકે “નારાયણ નામનો એક પ્રસિદ્ધ ચોર આ પૃથ્વી પર છે. અનેક જન્મોમાં કરેલાં પાપોના સંચયને તે સ્મરણ કરતાં માત્રમાં નષ્ટ કરી નાખે છે.” નિંદાનું અહીં સ્તુતિમાં પર્યવસાન છે. જ.દ.