ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૩/અનુક્રમ/શ/શિકાગો વિવેચકજૂથ
Jump to navigation
Jump to search
શિકાગો વિવેચકજૂથ(Chicago Critics) : શિકાગો યુનિવર્સિટી સાથે સંલગ્ન વિવેચકોનું જૂથ. એમના અગ્રણી આર. એસ. ક્રેયનના સંપાદન હેઠળ પ્રગટ થયેલા ‘વિવેચકો અને વિવેચન : પ્રાચીન અને અર્વાચીન’ (૧૯૫૨) પુસ્તકમાં એમના વિચારો પ્રગટ છે. ઍરિસ્ટોટલના કાવ્યશાસ્ત્રને આધારે પ્રકાર પરત્વેના સંપ્રત્યયનો વિકાસ કરી એમણે સાહિત્યિક કૃતિઓની રચના અને સંરચનાના પરીક્ષણના મહત્ત્વ પર ભાર મૂક્યો. વિવેચનની પરિસ્થિતિમાં રહેલી વિવિધતા અંગેની તાર્કિક ભૂમિકા શોધવાની એમની મુખ્ય નેમ એમણે અખત્યાર કરેલા બહુવાદમાં પ્રગટ થાય છે.
હ.ત્રિ.