ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૩/અનુક્રમ/શ/શ્રવણરંગ

From Ekatra Wiki
Jump to navigation Jump to search


શ્રવણરંગ/ઓદિઝ્યોં કોલોરે(Audition coloree) : ‘રંગપૂર્ણ શ્રવણ’ કે ‘શ્રાવ્યરંગ’ને સૂચવતી ઝ્યૂલ મિલે દ્વારા પ્રયોજાયેલી આ ફ્રેન્ચ સંજ્ઞા ઇન્દ્રિયવ્યત્યયનો જ એક પ્રકાર છે. અહીં અવાજોને રંગો તરીકે સંવેદવામાં આવે છે. રે’બોનું Voyelles સૉનેટ આનું જાણીતું ઉદાહરણ છે. ચં.ટો.