ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૩/અનુક્રમ/સ/સંદર્ભસાહિત્ય

From Ekatra Wiki
Jump to navigation Jump to search


સંદર્ભસાહિત્ય : કોઈપણ અભ્યાસ કે સંશોધન-વિષયનું સમગ્ર કે આંશિક મૂલ્યાંકન આપતું પૂર્વ-પ્રકાશિત-લિખિત ઉપલબ્ધ સાહિત્ય. આ પૂર્વપીઠિકા વિષયનાં ઉદ્ભવવિકાસ, તેનું સ્વરૂપ-નિર્ધારણ, તેમાં આવેલાં કાલાનુક્રમિત પરિવર્તનો તેમજ વસ્તુ અને શૈલીની વ્યાખ્યા-મીમાંસાથી વિષયમાંડણીની સહાયક અને પૂરક કામગીરી બજાવે છે. ‘ગુજરાતી સાહિત્યમાં કૃષ્ણ’ એ વિષયના સંશોધન-અભ્યાસ માટે વિવિધ પુરાણો, તેનાં સટીક ભાષ્યો, પૌરાણિક ચરિત્રકોશ, ગુજરાતી ગ્રન્થસૂચિ, ગુજરાતી સાહિત્યના ઇતિહાસગ્રન્થો, કૃષ્ણ-વિષયક અભ્યાસગ્રન્થો, કૃષ્ણ શબ્દની વિશિષ્ટ અર્થચ્છાયાઓ દર્શાવતો શબ્દકોશ, કૃષ્ણવિષયક સામયિક-વિશેષાંકો જેવી સામગ્રી સૂચિત અભ્યાસનું સંદર્ભસાહિત્ય નીવડી શકે. આમ, વિશિષ્ટ અભ્યાસગ્રન્થો, ગ્રન્થસૂચિઓ, જ્ઞાનકોશ, મહાનિબંધો, ગેઝેટ્સ, સામયિકો, વર્તમાનપત્રો તથા વિવિધ વિષયો પરના કોશસાહિત્યનો સમાવેશ સંદર્ભસાહિત્યમાં થાય છે. ર.ર.દ.