ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૩/અનુક્રમ/સ/સંપાદકીય
Jump to navigation
Jump to search
સંપાદકીય(Editiorial) : સંપાદનમાં સમાવિષ્ટ સામગ્રીનો પરિચય કરાવતું સંપાદકે લખેલું આમુખીય લખાણ. સંપાદકીયમાં એક તરફ, સંપાદનની યોજનાનું નિમિત્ત, તેની ઉપયોગિતા, આયોજન, કાર્યાન્વયન અને ફલશ્રુતિની સવિસ્તૃત માહિતી મળે છે તો, બીજી બાજુ તેમાં સમાવિષ્ટ વિષયસામગ્રીની સ્વરૂપ, સ્તર, વૈવિધ્ય વગેરે બાબતોની સદૃષ્ટાંત, પૂર્વાપર સંદર્ભસહિતની પર્યાપ્ત ચર્ચા-વિચારણા દ્વારા અધ્યયનપરક મહત્તાના નિર્દેશ મળે છે. નિરૂપિત વિષયનું સમતોલ આકલન-અવગાહન, તેની મુદ્દાસર રજૂઆત, અભિવ્યક્તિગત સચોટતા અને લાઘવયુક્ત ભાષાસામર્થ્ય એ સંપાદકીય લખાણની અનિવાર્યતા છે. ર.ર.દ.