ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૩/અનુક્રમ/સ/સમાધિ

From Ekatra Foundation
Jump to navigation Jump to search


સમાધિ : સંસ્કૃત અલંકાર. કોઈ અન્ય કારણના યોગથી (કોઈક) કાર્ય સરળ બને તે સમાધિ. કોઈક કાર્ય સિદ્ધ કરવાનું હોય ત્યારે અચાનક કાકતાલીયન્યાયે બીજા કારણની સહાય મળી જાય અને ધારેલું કાર્ય સરળ બની જાય ત્યારે સમાધિ અલંકાર બને. જેમકે ‘સુંદરીનું માન મુકાવવા હું તેને પગે પડવા જતો હતો ત્યાં જ સદ્ભાગ્યે વાદળની ગર્જના થઈ.’ જ.દ.