ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૩/અનુક્રમ/સ/સામવેદ

From Ekatra Wiki
Jump to navigation Jump to search


સામવેદ : બૃહદ્દેવતા ૮-૧૩૦માં કહેવાયું છે કે ¬¸¸Ÿ¸¸¹›¸ ¡¸¸½ ¨¸½™ ¬¸ ¨¸½™ CŸ¸Ã – જે સામને-સામવેદને જાણે તે તત્ત્વ જાણે. ગીતામાં પણ ¨¸½™¸›¸¸¿ ¬¸¸Ÿ¸¨¸½™¸½¶¹¬Ÿ¸– (૧૦-૨૨) કહીને શ્રીકૃષ્ણે સામવેદનું મહત્ત્વ દર્શાવ્યું છે. Џú¹C«¸º ¬¸¸Ÿ¸¸‰¡¸¸ એવું જૈ.સૂ. ૨-૧-૩૬માં કહેવાયું છે. જે મંત્રો ગાવા માટે, ગાન કરવા માટે સંગૃહીત કરવામાં આવ્યા તેમાંથી સામવેદ થયો. આજ ઉપલબ્ધ થતા સામવેદમાં કુલ ૧૮૭૫ મંત્રોમાંથી ૯૯ મંત્રો જ નવા છે બાકીના બધા ઋગ્વેદમાં મળી આવે છે. સામવેદના મુખ્ય બે વિભાગો છે : પૂર્વાર્ચિક અને ઉત્તરાર્ચિક. વળી, આરણ્યકાધ્યાય જે પૂર્વાર્ચિકનું અને મહાનામ્ની-આર્ચિક એ આરણ્યકાધ્યાયનું પરિશિષ્ટ છે, તેનો સમાવેશ પૂર્વાર્ચિકમાં કરવામાં આવે છે. પૂર્વાર્ચિકમાં પ્રપાઠક, અર્ધપ્રપાઠક, દશતિ અને ઋચા એવી વ્યવસ્થા છે. ઉત્તરાર્ચિકમાં પ્રપાઠક, અર્ધપ્રપાઠક, સૂક્ત અને ઋચા એવું આયોજન છે. પૂર્વાર્ચિકમાં ૬ પ્રપાઠક, ૧૨ અર્ધપ્રપાઠક, ૬૪ દશતિ અને ૬૫૦ ઋચાઓ છે. ઉત્તરાર્ચિકમાં ૯ પ્રપાઠક, ૨૨ અર્ધપ્રપાઠક, ૪૦૦ સૂક્ત અને ૧૨૨૫ ઋચાઓ છે. દશતિ એટલે ૧૦ મંત્રોનો સમૂહ. પણ બધે જ ૧૦ મંત્રો હોય તેવું નથી, ક્ય ક એકાદ મંત્રની વધઘટ જોવા મળે છે. સામવેદની ૧૦૦૦ શાખાઓ હતી એવો ઉલ્લેખ પતંજલિના મહાભાષ્યમાં છે. આજ તેમાંની ત્રણ ઉપલબ્ધ થાય છે : ૧, કૌથુમશાખા – આના અનુયાયીઓ ગુજરાતમાં સવિશેષ છે. ગુજરાતના શ્રીમાળી બ્રાહ્મણોમાં આ શાખા પ્રચલિત છે. ‘કૌથુમ’ શબ્દનું મૂળ કૌસુમ હોવું જોઈએ કારણ કૌસુમસૂત્ર, પુષ્પસૂત્ર નામક તેનાં પ્રાતિશાખ્ય મળી આવે છે. ૨, રાણાયણીય શાખા – આ શાખાના અનુયાયીઓ મહારાષ્ટ્રમાં સવિશેષ છે. કૌથુમ અને રાણાયણીય શાખા વચ્ચે બહુ ભેદ નથી. અહીં કૌથુમ શાખા કરતાં થોડાક મંત્રો ઓછા છે. વળી કૌથુમ શાખામાં પ્રપાઠકમાં વિભાગો છે; રાણાયણીયમાં અધ્યાયોમાં. ૩, જૈમિનીય શાખા – આ શાખાનું સંપાદન ૧૯૦૭માં ડબલ્યુ કેલેન્ડે કર્યું છે. આ શાખાના બ્રાહ્મણ, શ્રૌતસૂત્ર અને ગૃહ્યસૂત્ર ઉપલબ્ધ થાય છે. સામવેદને ભારતના શાસ્ત્રીય સંગીતનું મૂળ માનવામાં આવે છે. સામગાનની વિશેષતા છેક વેદના કાળથી સ્વીકારાઈ છે. તે સમયે ઋષિઓ ૧, ગ્રામગેયગાન, વેયગાન કે પ્રકૃતિગાન ૨, આરણ્યકગાન ૩, ઊહગાન ૪, ઊહ્યગાન એમ વિવિધ પ્રકારે સામવેદના મંત્રોનું ગાન કરતા હતા. પ્રસ્તાવ, ઉદ્ગીથ, પ્રતિહાર, ઉપદ્રવ અને નિધન એ સામગાનના પાંચ પ્રસિદ્ધ વિભાગો છે. છાંદોગ્યઉપનિષદ મુજબ આમાં હિંકાર અને આદિ એમ મળીને કુલ સાત પ્રકારો તે સમયે પ્રચલિત હતા. આજ હવે સામગાનના કરનારાઓની સંખ્યા ઘટતી જાય છે. ગૌ.પ.