ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૩/અનુક્રમ/સ/સાર
Jump to navigation
Jump to search
સાર : સંસ્કૃત અલંકાર. અંતે પરાકાષ્ઠાએ પહોંચે એવા ઉત્તરોત્તર ઉત્કર્ષના નિરૂપણને સાર અલંકાર કહેવાય છે. બીજી રીતે કહીએ તો ઉત્કર્ષનો ક્રમિક આરોહ તે સાર, જેમકે “રાજ્યમાં સારરૂપ વસુધા, વસુધામાં નગર, નગરમાં મહેલ, મહેલમાં પલંગ અને પલંગમાં કામદેવનું સર્વસ્વ એવી સુંદરી.” અહીં સારરૂપ વસ્તુઓને ક્રમમાં દર્શાવી સુંદરીને પરાકાષ્ઠા તરીકે આલેખી છે. જ.દ.