ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૩/અનુક્રમ/સ/સાહિત્યિક સામર્થ્ય

From Ekatra Wiki
Jump to navigation Jump to search


સાહિત્યિક સામર્થ્ય(Literary Competence) : વક્તા-શ્રોતામાં અંતર્નિહિત ભાષાવિષયક નિયમોને ચૉમ્સ્કી ‘ભાષા-સામર્થ્ય’ કહે છે. આ સામર્થ્યના કારણે જ ભાષક ધ્વનિસંદર્ભને સ્પષ્ટ એકમોની વ્યવસ્થા તરીકે પામી શકે છે, અને તેનો અર્થ ગ્રહણ કરી શકે છે. ભાષાવૈજ્ઞાનિક સાહિત્યવિચાર આ સંજ્ઞાને સાહિત્યના સંદર્ભમાં પ્રયોજી તેને ‘સાહિત્યિક સામર્થ્ય’ (Literary Competence) એવી સંજ્ઞા આપે છે. સાહિત્યની ભાષાની સમજણ અને સાહિત્યની સમજણ ભાષકના કે ભાવકના ‘સાહિત્યિક સામર્થ્ય’ પર આધારિત છે. ચં.ટો.