ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૩/અનુક્રમ/સ/સૂક્તિ

From Ekatra Wiki
Jump to navigation Jump to search


સૂક્તિ(Epigram) : મૂળમાં સ્મારક કે મૂર્તિ પરનો શિલાલેખ. પણ પછી શૃંગાર, કરુણ, ચિંતન, સ્તુતિ કે વક્રતાથી સભર કોઈપણ લઘુકાવ્યના સાહિત્યપ્રકાર માટે આ સંજ્ઞા સ્થિર થઈ. સંસ્કૃત સાહિત્યમાં પણ માર્મિક વચનસૂત્રયુક્ત પદ્યો સુભાષિત તરીકે જાણીતાં છે. ચં.ટો.