ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૩/અનુક્રમ/સ/સ્વરમાધુર્ય

From Ekatra Wiki
Jump to navigation Jump to search


સ્વરમાધુર્ય/નાદમાધુર્ય(Euphony) : શબ્દોનાં ચયન અને સંયોજન સાથે નાદના સુકુમાર પ્રસન્નમધુર સંગીતમય પ્રવાહથી સભર ભાષા. જેમકે કાન્તના ‘વસંતવિજય’માં : ‘ધીમે ધીમે છટાથી કુસુમરજ લઈ ડોલતો વાયુ વાય/ચોપાસે વલ્લીઓથી પરિમલ પ્રસરે નેત્રને તૃપ્તિ થાય,/બેસીને કોણ જાણે ક્યહીં પરભૃતિકા ગાન સ્વર્ગીય ગાય/ગાળી નાખે હલાવી રસિક હૃદયને વૃત્તિથી દાબ જાય’. ચં.ટો.