ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૩/અનુક્રમ/સ/સ્વરૂપ
Jump to navigation
Jump to search
સ્વરૂપ(Form) : સાહિત્યવિવેચનમાં સ્વરૂપ એટલે કૃતિની સામગ્રી કે કૃતિમાં જે કહેવાયું છે એની સામે કૃતિની આકૃતિ, જે કહેવાયું છે તે કઈ રીતે કહેવાયું છે વગેરેનો નિર્દેશ. કૃતિનું ‘સ્વરૂપ’ એક રીતે જોઈએ તો તત્ત્વત : સંયોજન કરનારો સિદ્ધાન્ત છે. વિવેચકોમાં એ બાબતે સર્વસંમતિ છે કે સ્વરૂપ એ એવું ખોખું નથી જેમાં બાટલીની જેમ કશું રેડી શકાય. આથી જ વાલેરી સ્વરૂપને જ કૃતિની સામગ્રી ગણે છે. સ્વરૂપ અને સામગ્રી આમ તો અવિભાજય છે પણ એમને કામચલાઉ જુદાં મૂલવી શકાય છે.
ચં.ટો.