zoom in zoom out toggle zoom 

< ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૩

ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૩/અનુક્રમ/સ/સ્વાભાવિકીકરણ

From Ekatra Wiki
Jump to navigation Jump to search


સ્વાભાવિકીકરણ(Naturlization) : લેખનની રીતિ વાચકની સ્વાભાવિકીકરણના અને નિર્દેશનબિન્દુરૂપ સામાન્ય જગતના અભિજ્ઞાનના સામર્થ્ય પર અવલંબિત છે. સાહિત્યની પ્રણાલી કૃતિ અને જગત વચ્ચેના જુદા પ્રકારના સંબંધની સંમતિ આપે છે અને ગદ્યમાં જે પ્રવેશપાત્ર નથી એવા વાચનનાં પરિચાલનો કે સ્વાભાવિકીકરણના ચોક્કસ પ્રકારોને સંગત બનાવે છે. જેમકે અલંકારો આમ તો નિરર્થક છે પરંતુ કાવ્યનિરૂપકને માટે એ સંવેગની પ્રબળતા કે કલ્પનાની તાજગીનાં સૂચક છે. આમ પરંપરા અને અપેક્ષાના નિશ્ચિત ગણ દ્વારા વાચક કૃતિને સ્વાભાવિક બનાવે છે. ચં.ટો.