ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૩/અનુક્રમ/હ/હાથપોથી

From Ekatra Wiki
Jump to navigation Jump to search



હાથપોથી(Handbook) : માર્ગદર્શનને માટે કે તત્કાળ સંદર્ભ જોવા માટે અનુકૂળતાપૂર્વક સાથે રાખી શકાય તેવું પુસ્તક. ઘણીવાર એમાં કોઈ ચોક્કસ વિષયને આવરી લેતી સઘન સંદર્ભ-સામગ્રી હોય છે કે પછી અલગ વિવિધ લેખોનો સંચય છે. સાહિત્યક્ષેત્રે લેખનશુદ્ધિ અંગે કે વિવેચન અંગે આ પ્રકારની હાથપોથી પ્રાપ્ય હોય છે. ચં.ટો.