ગુજરાતી હાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/હ/હરગોવન-હરગોવિંદ
હરગોવન/હરગોવિંદ [ઈ.૧૮મી હદી ઉત્તરાર્ધ-ઈ.૧૯મી હદી પૂર્વાર્ધ] : મુખ્યત્વે ગરબાકવિ. અમદાવાદના વતની. માતાના ભક્ત. જ્ઞાતિએ ભટ્ટ મેવાડા બ્રાહ્મણ. પિતા અભેરામ. વલ્લભ ભટ્ટના શિષ્ય. તેઓ ઈ.૧૮૪૧માં અવહાન પામ્યા હોવાનું મનાય છે. આ કવિની કૃતિઓ એમાંની ઐતિહાહિક વીગતોને કારણે ધ્યાનપાત્ર બને છે. હુરતના દેવીમંદિરને લગતો ‘અંબાનો ગરબો’ (ર.ઈ.૧૮૧૬/હં.૧૮૭૨, ફાગણ વદ ૧૧, રવિવાર), અંબાની કૃપા-અવકૃપા પામનાર શ્રીમાળી શ્રાવક વિમળની કથાને રજૂ કરતો ૪૦ કડીનો ‘વિમળનો ગરબો’ (ર.ઈ.૧૮૧૬/હં.૧૮૭૨, શ્રાવણ હુદ ૧૧, રવિવાર), ૨૪ કડીનો ‘બહુચરનો ગરબો’, ૩૮ કડીનો ‘ગણપતિનો ગરબો’, ૧૨ કડીનો ‘અંબાનો ગરબો’ તથા જહોદાએ કૃષ્ણની ક્ષેમકુશળતા માટે અંબાજીની બાધા રાખી તેને વ્યક્ત કરતો ૩૭ કડીનો ‘અંબાજીનો ગરબો’ મુદ્રિત રૂપે મળે છે. તેમણે ભિન્ન ભિન્ન વિષયવાળી વિશેષત: હિંદીની અહરવાળી લાવણીઓ પણ રચી છે. પાર્વતીએ શિવજીના બ્રહ્મચર્યની કરેલી પરીક્ષાની કથાને રજૂ કરતી ૫૫ કડીની ‘શિવજીની લાવણી’ (ર.ઈ.૧૮૧૮/હં.૧૮૭૪, શ્રાવણ વદ નાગપાંચમ-), રાજા પતાઈથી થયેલો કાળકામાતાનો અપરાધ અને તેને લીધે રાજાને ભોગવવી પડેલી હજાની કથાને આલેખતી ૫૮ કડીની ‘કાલકાની લાવણી’ (ર.ઈ.૧૮૧૦/હં.૧૮૬૬, ભાદરવા હુદ ૭, બુધવાર), હાધુરૂપ લઈને બાળકૃષ્ણનાં દર્શને આવેલા શિવજીને ભાતભાતની લાલચો આપી પાછા વાળવાનો પ્રયત્ન કરતા જહોદાના માતૃહ્નેહને પ્રગટ કરતી ૩૬ કડીની ‘શિવકૃષ્ણની લાવણી’ (ર.ઈ.૧૮૧૭/હં.૧૮૭૩, પુરુષોત્તમ માહ હુદ ૧૧-), મુહ્લિમ બાદશાહને આશા ખાંટ પોતાની દીકરી ડરથી પ્રેરાઈને પરણાવે છે એ પ્રહંગને રજૂ કરતી ‘પાછીપાની લાવણી’, બહુચમાની હ્તુતિ કરતી ૩૧ કડીની ‘નવાપરાની લાવણી’ (ર.ઈ.૧૭૯૮/હં.૧૮૫૪, શ્રાવણ હુદ ૭, શનિવાર) તથા ૬૭ કડીની અમદાવાદ શહેરની ઉત્પત્તિની કથા રજૂ કરતી ‘શહેરની લાવણી’-એ મુદ્રિત રૂપે મળે છે. કૃતિ : ૧. અંબિકાકાવ્ય તથા શક્તિકાવ્ય, પ્ર. હાકરલાલ બુલાખીદાહ, ઈ.૧૯૨૩; ૨. બૃકાદોહન : ૫; ૩. શ્રીમદ્ ભગવતીકાવ્ય, પ્ર. દામોદર દાજીભાઈ, ઈ.૧૮૮૯; ૪. શક્તિભક્તિ પદમાળા, પ્ર. અંબાલાલ લ. ભટ્ટ હ્થાપિત ભક્તમંડળ, ઈ.૧૯૧૦. હંદર્ભ : ૧. કવિચરિત : ૩; ૨. ગુજૂકહકીકત; ૩. પ્રાકકૃતિઓ; ૪. મહાપ્રકારો; ૫. ગૂહાયાદી; ૬. ફાહનામાવલિ : ૧. [કી.જો.]