ગ્રંથ અને ગ્રંથકાર : પુસ્તક ૧લું/રંજિતલાલ હરિલાલ પંડ્યા
Jump to navigation
Jump to search
રંજિતલાલ હરિલાલ પંડ્યા
જાતે વડનગરા નાગર બ્રાહ્મણ છે. એમનો જન્મ નડિયાદમાં સન ૧૮૯૬માં આશો વદ ૧૪ના રોજ થયો હતો. પ્રાથમિક અને માધ્યમિક શિક્ષણ નડિયાદમાં લીધેલું. તેઓ એલ એલ. બી.ની પરીક્ષા પાસ કર્યા પછી ઇંગ્લાંડ જઈને બારિસ્ટર થઈ આવેલા. અત્યારે મુંબઈની હાઈકોર્ટમાં તેઓ વકીલાત કરે છે. એમના પ્રિય વિષયો ચિત્રકળા અને તત્ત્વજ્ઞાન છે. ગુજરાતી કવિતા પણ સારી લખે છે. તેમને સુરત સાહિત્ય પરિષદ તરફથી આધુનિક અને પ્રાચીન કાવ્ય પર નિબંધ લખવા માટે પારિતોષિક મળ્યું હતું. સન ૧૯૧૭માં સ્વ. દોલતરામ વિષે એમણે ‘બુદ્ધિપ્રકાશ’માં લેખ લખેલો. સન ૧૯૨૬માં “રામની કથા” એ નામનું કાવ્ય પ્રસિદ્ધ થયું હતું, જેનો સાહિત્યકારો તરફથી સારો સત્કાર થયો હતો.
નવા લેખકોમાં એમનું સ્થાન આગળ પડતું છે.
“રામની કથા” કાવ્ય સને ૧૯૨૬