ગ્રંથ અને ગ્રંથકાર : પુસ્તક ૨જું/કાલિદાસ ભગવાનદાસ કવિ

કાલિદાસ ભગવાનદાસ કવિ
એઓ જાતના ભાટિયા–જેસલમીરી ભટ્ટી; મૂળ વતની પાટણના અને જન્મ પણ ત્યાં સં. ૧૯૫૬ના ચૈત્ર માસમાં શુક્લ પક્ષમાં થયો હતો.

એમના પિતાનું નામ ભગવાનદાસ પાનાચંદ અને માતાનું નામ દિવાળીબ્હેન નાનચંદ છે. એમનું લગ્ન પાટણમાં સં ૧૯૭૪ માં સૌ. ચંચળબા સાથે થયું હતું. એમણે માત્ર પ્રાથમિક કેળવણી લીધી છે અને હાલમાં દક્ષિણમાં ટ્રાંચીનોપલીમાં ઝવેરી ગુણવંતલાલ વિદ્યાશંકરની પેઢીમાં નોકર છે.

એમને કાવ્ય પ્રતિ કુદરતી શોખ છે. મહાત્માજી ત્રિકમદાસજીનો સત્સંગ થતાં, અધ્યાત્મિક વિષય પ્રતિ એમનું મન ચોંટી, ભજન, પદ વગેરે તેમણે લખ્યા છે; અને તે સંગ્રહ ‘ભજનામૃત પુ. ૧ લું’ એ નામથી પ્રકટ કર્યો છે.

: : એમની કૃતિઓ : :

૧. ભજનામૃત પુ. ૧ લું સં. ૧૯૮૩
૨. મારા શુભ વિચારો સં. ૧૯૮૭