ગ્રંથ અને ગ્રંથકાર : પુસ્તક ૪/મેહરજીભાઈ માણકજી રતુરા

મેહરજીભાઇ માણેકજી રતુરા

પારસી લેખકોમાં જેઓ શુદ્ધ ગુજરાતી લેખન માટે પ્રયાસ કરી રહ્યા છે તેમાં શ્રી. મેહેરજીભાઇ માણેકજી રતુરાનું નામ આગળપડતું મૂકી શકાય. અમદાવાદમાં એમના જન્મથીજ વસતા હોવાને લીધે તેમજ ગૃહસ્થ શ્રીમંત હિંદુ કુટુંબોમાં નોકરી અર્થે એમનું જીવન આજની ઘડી સુધી વ્યતીત થયેલું હોવાથી, એમની રહેણીકરણી, ભાષા બોલી વિગેરે તદ્દન ગુજરાતીમય થઈ ગયેલી છે. વળી, અત્રેની થીઓસોફીકલ સોસાયટીના તે મેમ્બર હોવાને લીધે તેમજ એ સોસાઈટીના સેક્રેટરી તરીકે કામ કરતા હોવાથી, એમનામાં સમભાવ અને ભાતૃભાવની લાગણી સ્ફૂરી રહે છે, અને એમના જ્ઞાન વડે એ લાગણી વધુ કોમળ અને સંસ્કારી બની છે. એમના પિતા માણેકજી આદરજી રતુરા મૂળ સુરતના વતની અને માતા ડોસીબાઈનું વતન અમદાવાદ છે. એમનો જન્મ તા. ૪ થી એપ્રિલ સને ૧૮૭૯ ના રોજ અમદાવાદમાં થયો હતો. એઓ હજી અવિવાહિત છે. કૉલેજમાં બી.એ. સુધી અભ્યાસ કર્યો છે. જન્મપર્યંત અભ્યાસ એ એમનો મુદ્રાલેખ અને જીવનનું કર્તવ્ય છે. તત્વજ્ઞાન અને આર્યધર્મશાસ્ત્રોનો એમને અત્યંત શોખ છે; અને તેની પ્રતીતિ આપણને એમનાં પુસ્તકો વાંચતા થાય છે.

: : એમની કૃતિઓ : :

૧. ભગવદ્‌ભાવના સન
૨. વાનપ્રસ્થ  ”  ૧૯૦૮
૩. ગૃહસ્થ  ”  ૧૯૧૧
૪. દીવોદાસનું દેવાલય  ”  ૧૯૧૭
૫. મહાત્મા મહિમા  ”  ૧૯૨૫