ગ્રંથ અને ગ્રંથકાર : પુસ્તક ૬ઠ્ઠું/ડૉ. લતીફ ઇબ્રાહીમ
Jump to navigation
Jump to search
ડૉ. લતીફ ઇબ્રાહીમ
એઓ જાતે વહોરા, લોહાર જ્ઞાતિના, કચ્છ અંજારના વતની છે. એમનો જન્મ અંજારમાં તા. ૨૨મી જુન ૧૯૦૧ના રોજ થયો હતો. એમના પિતાનું નામ ઇબ્રાહીમ ઓસમાન અને માતાનું નામ હુરબાઇ છે. ૨૯ મા વર્ષે એમનું લગ્ન મુંબાઇમાં મરિયમબુ સાથે થયું હતું.
પ્રાથમિક શિક્ષણ અંજારમાં, માધ્યમિક મુંબાઇમાં અને ઉંચું શિક્ષણ એમણે ઇંગ્લાંડમાં લીધું છે.
નૈસર્ગિક ચિકિત્સા એ એમનો ખાસ વિષય છે; આર્ય તત્ત્વજ્ઞાનનો પણ સારો અભ્યાસ કરેલો છે, અને તેને લઈને એમની ધાર્મિક દૃષ્ટિ સંપ્રદાયિક ન રહેતા વિશ્વ પ્રેમ ભરી બનેલી છે. સુફી ધર્મ અને ઉપનિષદ્ વિષે એમણે એ ગ્રંથો અંગ્રેજીમાં લખેલા છે પણ તે અપ્રસિદ્ધ છે.
: : એમની કૃતિઓ : :
| પુષ્પાંજલિ | ૧૯૨૨ |
| રસાંજલિ | ૧૯૨૩ |
| ક્રાન્તિની જ્વાલા | ૧૯૨૪ |
| કિરણાવલિ | ૧૯૨૮ |
| તત્વાંજલિ | ૧૯૨૮ |
| સ્વામિની | ૧૯૨૯ |
| પ્રેમાંજલિ | ૧૯૩૦ |
| પ્રેમ ગીત | ૧૯૩૨ |