ગ્રંથ અને ગ્રંથકાર : પુસ્તક ૯મું/શ્રીમંત મહારાજાશ્રી સયાજીરાવ ગાયકવાડ ગ્રંથમાળાનો પરિચય

શ્રીમંત મહારાજાશ્રી સયાજીરાવ ગાયકવાડ ગ્રંથમાળાનો પરિચય

વડોદરાના શ્રીમંત મહારાજા માહેબ શ્રી સયાજીરાવ ગાયકવાડ સેનાખામખેલ સમશેરબહાદુર સન ૧૮૯૨માં અમદાવાદમા પધાર્યા તે પ્રસંગે તેમણે ગુજરાત વર્નાક્યુલર સોસાયટીને રૂા. ૫૦૦૦ બક્ષિસ કર્યા છે. માટે સોસાયટીએ તેમને પોતાના મુરબ્બી (પેટ્રન) ઠરાવ્યા છે; અને તે રકમ તેમના નામથી જુદી રાખી તેનું વ્યાજ તેમને નામે ગ્રંથો રચાવવામાં, ગ્રંથો છપાવી પ્રસિદ્ધ કરવામાં અને ઉત્તેજન દાખલ ગ્રંથો ખરીદ કરવામાં વાપરવાનો ઠરાવ કર્યો છે; તે પ્રમાણે આજ સુધીમાં નીચે પ્રમાણે પુસ્તકો ‘શ્રીમંત મહારાજાશ્રી સયાજીરાવ ગાયકવાડ ગ્રંથમાળા’ તરીકે પ્રસિદ્ધ કરવામાં આવ્યાં છે:

પુસ્તકનુ નામ
કર્ત્તા
કીમત
૧ ગ્રીસ દેશનો ઇતિહાસ *રા.સા. મહીપતરામ રૂપરામ ૦-૧૪-૦
૨ વિધવાવપન અનાચાર *અનુ. ચુનીલાલ બાપુજી મોદી ૦-૪-૦
૩ હિંદનાં મહારાણી અને તેમનુ કુટુંબ *જગજીવન ભવાનીશંકર કાપડિયા ૦-૨-૦
૪ ભાલણસુત ઉદ્ધવ-કૃત રામાયણ *રા. સા. હરગોવિંદદાસ દ્વારકાદાસ કાંટાવાળા અને નાથાશંકર પૂજાશંકર શાસ્ત્રી ૧-૧૨-૦
૫ કર્તવ્ય *અનુ. કમળાશંકર પ્રાણશંકર ત્રિવેદી ૧-૮-૦
૬ બર્નિયરનો પ્રવાસ *મણિવાલ છબારામ ભટ્ટ ૧-૦-૦
૭ ઓષધિકોષ ભા. ૧લો. *ચમનરાય શિવશંકર વૈષ્ણવ ૧-૮-૦
૮ અકસ્માત વખને મદદ અને ઈલાજ *ડૉ.નીલકંઠરાય ડાહ્યાભાઈ છત્રપતિ ૦-૪-૦
૯ હેન્ની ફૉસેટનું જીવનચરિત્ર જીવાભાઈ રેવાભાઈ પટેલ ૦-૧૨-૦
૧૦ હિંદની ઉદ્યોગસ્થિતિ કેશવલાલ મોતીલાલ પરીખ ૦-૬-૦
૧૧ મરાઠી સત્તાનો ઉદય કરીમઅલી રહીમભાઈ નાનજિયાણી ૦-૧૦-૦
૧૨ દક્ષિણનો પૂર્વસમયનો ઇતિહાસ નવનીધરાય નારણભાઈ મહેતા ૦-૧૦-૦
૧૩ હિન્દુસ્તાનનો અર્વાચીન ઇતિહાસ ભા. ૩જો (બ્રિટિશ રિયાસત–પૂર્વાર્ધ) અનુ. ચંપકલાવ લાલભાઈ ૧-૮-૦
૧૪ હિન્દુસ્તાનનો અર્વાચીન ઈતિહાસ ભા. ૧લો (મુસલમાન રિયાસત-પૂર્વાર્ધ ) અનુ. સૂર્યરાય સોમેશ્વર દેવાશ્રયી ૧-૦-૦
૧૫ હિન્દુસ્તાનનો અર્વાચીન ઇતિહાસ ભા. ૧લો (મુસલમાન રિયાસત-ઉત્તરાર્ધ) અનુ. સૂર્યરાય સોમેશ્વર દેવાશ્રયયી ૧-૦-૦
૧૬ મરાઠી રિયામત-પૂર્વાર્ધ અનુ. જીવણલાલ અમરશી મહેતા ૧-૦-૦
૧૭ મરાઠી રિયાસત-ઉત્તરાર્ધ અનુ. જીવણલાલ અમરશી મહેતા ૧-૦-૦
૧૮ રોમનો ઇતિહામ આત્મારામ મોતીરામ દીવાનજી ૦-૧૨-૦
૧૯ મધ્યકાલીન ભારતીય સંસ્કૃતિ અનુ. જયંતીલાલ મ. આચાર્ય ૧-૦-૦
૨૦ ગુજરાતનો મધ્યકાલીન રાજપૂત ઇતિહાસ-વિભાગ પહેલો દુર્ગાશંકર કેવળરામ શાસ્ત્રી ૧-૦-૦
૨૧ ગુજરાતનો મધ્યકાલીન વિભાગ ૨જો દુર્ગાશંકર કેવળરામ શાસ્ત્રી ૧-૦-૦

પ્રસ્તુત પુસ્તક સદરહુ ગ્રંથમાળાનું રરમું પ્રકાશન છે.

ગુ. વ. સોસાયટી
આસિ. સેક્રેટરી
અમદાવાદ
જેઠાલાલ જી, ગાંધી