ચંદુલાલ શંકરલાલ ઓઝા

From Ekatra Wiki
Jump to navigation Jump to search

ઓઝા ચંદુલાલ શંકરલાલ, ‘ચંદુ મહેસાનવી' (૫-૯-૧૯૪૪): કવિ. જન્મ મહેસાણા જિલ્લાના ચાણસ્મામાં. બી.એ., એલએલ.બી. સુરેન્દ્રનગરમાં મેજિસ્ટ્રેટ. ‘તારી ગલીમાં' (૧૯૭૫), ‘હઝલ કભી કભી' (૧૯૮૦), ‘પડછાયા' (૧૯૮૭) એમનાં કાવ્યપુસ્તકો છે. ‘ગુંજન' (૧૯૭૮), ‘ગુલશન' (૧૯૮૫), ‘ઝળહળાટ’ (૧૯૮૫) વગેરે એમનાં સંપાદનો છે.