ચંદ્રકાન્ત ચીમનભાઈ અમીન

From Ekatra Wiki
Jump to navigation Jump to search

અમીન ચંદ્રકાન્ત ચીમનભાઈ (૧૮-૬-૧૯૪૧): નવલકથાકાર, કવિ, સંપાદક. જન્મ વીરસદ (ખેડા)માં. ૧૯૬૧માં બી.એ., ૧૯૬૩માં એમ.એ. એમણે કાવ્યસંગ્રહ ‘છાલક' (૧૯૮૨), નવલકથાઓ ‘અગ્રચારી' (૧૯૬૬), ‘ઉલ્લંઘન' (૧૯૭૧), ‘મનીષા' (૧૯૬૭); લોકકથાઓનો સંગ્રહ ‘સવાસો મણ સોનાને ઘંટ' (૧૯૬૩); સંપાદનો ‘સુદામાચરિત' (૧૯૮૨) અને ‘ઓખાહરણ' (૧૯૮૨); ઉપરાંત કેટલાંક બાળસાહિત્યનાં તથા અનુવાદનાં પુસ્તકો આપ્યાં છે.