ચંદ્રકાન્ત મંગળજી ઓઝા

From Ekatra Wiki
Jump to navigation Jump to search

ઓઝા ચંદ્રકાન્ત મંગળજી: કવિ બેટાદકરની ‘રાસતરંગિણી’ની રચનાધાટીને અનુસરતી રચના ‘રાસમણિ' (૧૯૨૭), સ્ત્રીજીવનના આદર્શોને વણી લેતી કૃતિઓનો સંગ્રહ ‘રાસેશ્વરી' (૧૯૩૦), ‘રાસગંગા' (૧૯૩૯), ‘રાસમંદાકિની’ તથા પદ્યબદ્ધ વાર્તાઓના સંગ્રહ ‘કથાકુંજ’ (૧૯૩૦) અને ‘ગીતકથાઓ' (૧૯૩૮), બાળકાવ્યોનો સંગ્રહ ‘પોઢામણાં' (૧૯૩૧) અને ‘ગજરો’ (૧૯૩૨), ‘સુંદર સંવાદો' (૧૯૪૩), ‘કુંવરબાઈનું મામેરું' તથા ‘મંગલ ગરબાવલી' જેવાં પુસ્તકોના કર્તા.