ચંદ્રકાન્ત રતિલાલ અંધારિયા

From Ekatra Wiki
Jump to navigation Jump to search

અંધારિયા ચંદ્રકાન્ત રતિલાલ, ‘બદમાશ' (૧પ-૭-૧૯૪૭): કવિ. જન્મ ભાવનગરમાં. ૧૯૬૪માં મૅટ્રિક. ૧૯૬૯માં બી.કૉમ. ભાવનગરમાં બૅન્ક ઑફ બરોડામાં ક્લાર્ક. એમના ગઝલસંગ્રહ ‘માથાની મળી' (૧૯૭૩)માં તીવ્ર કટાક્ષ દ્વારા સમાજની વિષમ પરિસ્થિતિનો ચિતાર રજૂ કરવામાં આવ્યો છે.