ચાંદનીના હંસ/૪૭ કશાકનું પગેરું શોધતો હોય એમ

From Ekatra Wiki
Jump to navigation Jump to search


કશાકનું પગેરું શોધતો હોય એમ...


કશાકનું પગેરું શોધતો હોય એમ
ભીંતોમાં અને ભૂગર્ભમાં એ ઊંડે ઊતરતો.
વહાણોનો સંકેત કરતો
દિવસ-રાતને આંખમાં લઈ
આગળ ને આગળ ધપતો.
કેટકેટલા ત્રિભેટે ઊભો વિમાસણમાં
સડસડાટ નીકળી જતો માણસોની આરપાર.
જોજનના જોજન દૂર
આ એકાકી નિર્જન પ્રદેશ વીંધતો
ક્યાંય સુધી જઈ આવ્યો છે એ.
ઈશ્વરની સ્તુતિ ગાતો
ઈશ્વરને જ મા’ત કરતો!
ઠેર ઠેર પગલાં ખેરવી
ગલીઓમાં તો ક્યારેક ધારીમાર્ગે
વસ્તુઓના નવેસરથી નામ પાડી
જીવ્યો છે એ
શબ્દે શબ્દે વસ્તુઓના વિશ્વમાં.
છેલ્લેરો જોવા મળ્યો
એક સાંકડી પગથી ઉપર
આગળ ને આગળ ધપતો
આખેઆખો ધૂળથી રજોટાયેલો.
ઓળખાયો માત્ર આંખોથી
કેવું હશે એનું મ્હોં?

જાન્યુઆરી, ૧૯૯૧