ચૂંદડી ભાગ 1/24.કાંઈ જાંબુવરણી કોયલડી રે (પીઠીનું)

From Ekatra Foundation
Jump to navigation Jump to search


24

ચારે સુવાસણોએ વરને સ્નાન કરાવ્યાં :
કાંઈ જાંબુવરણી કોયલડી રે
કાંઈ આંબા ડાળે બેઠી રે
કાંઈ અમૃત આંબો મોર્યો
આંબે ફૂલ ઘણાં રે
કાંઈ આજૂની રાતડિયે રે
કાંઈ મેહુલિયા નો વરસ્યા રે
કાંઈ વીજલડી નો ઝબકી રે
કાંઈ વાહોલિયા નો વાયા રે
કાંઈ આવડલાં ને આવડાં
ચીકલ શેણે થિયાં રે!
કાંઈ માડીના ને …ભાઈ
કાંઈ વરધ નાવણ નાયા રે
કાંઈ પેલી ને સુવાસણ રે
કાંઈ…ભાઈની માડી રે
કાં …વહુ સુવાસણ
ચીકલ કરી વળ્યાં રે!

કાંઈ ચારે ને સુવાસણ
ચીકલ કરી વળ્યાં રે!