ચૂંદડી ભાગ 1/45.કુંવર ઘોડે ચડ્યા ને જગ જોવા મળ્યું (ફૂલેકા સમયે)
Jump to navigation
Jump to search
45
વરરાજા શણગારો સજીને ફુલેકાં ફરવા માટે ઘોડે ચડ્યા : ઘોડેસવાર વીરો કેવો દીસ્યો? એને તો ‘જોવા જગ મળ્યું’ : ગામ બધું જોવા હલક્યું :
કુંવર ઘોડે ચડ્યા ને જોવા જગ મળ્યું
મારી શેરીમાં હાટ નો માય, — કુંવર ઘોડે ચડ્યા.
વીરા મેં રે દોશીડા તને વારિયો
રૂડી પામરીઉં લઈ આવ. — કુંવર ઘોડે ચડ્યા.
જી રે…ભાઈ તે…બેનને વીનવે
મારા લાલ ગુલાલને કાજ. — કુંવર ઘોડે ચડ્યા
એ જ રીતે સોનીડાને વીનવ્યો : બેરખડા લઈ આવ; માળીડાને વીનવ્યો : વીંઝણલા લઈ આવ; આજ તો કશીયે ઊણપ ન રહેવી જોઈએ. વીરોજી આજે પોતાના જીવનસર્વસ્વને જોવા ચડે છે.