ચૂંદડી ભાગ 1/68.લાડો લાડી જમે રે કંસાર (કંસાર જમતી વેળા)

From Ekatra Wiki
Jump to navigation Jump to search


68

એ રીતે ચાર મંગલ ફેરા ફરાય છે. અગ્નિમાં જવતલ હોમાય છે. કન્યાનાં પિયરિયાંને હાથે કન્યાદાન દેવાય છે, અને વરકન્યા એક જ થાળીમાં બેસી સામસામા કોળિયા ભરાવી કંસાર જમે છે : તે વખતે વરપક્ષની ગાનારીઓ પરિહાસનું ગીત ગાય છે :

લાડો — લાડી જમે રે કંસાર
લાડીની માડી ટળવળે રે
દીકરી, મુંને આંગળી ચટાડ
કંસાર કેવો ગળ્યો લાગે રે
માડી, તું તો પરણી છે કે નહિ
રે કંસાર કેમ વીસરે રે