ચૂંદડી ભાગ 1/76.પરશાળેથી કેસર ઊડે (કન્યા વળાવતાં)

From Ekatra Foundation
Jump to navigation Jump to search


76

અને ઓ પિતાજી! હવે પાછા વળો. આવીને તમે કેટલેક સુધી આવી શકશો? તમે તો મને બહુ દૂર પરણાવી છે!

પરશાળેથી કેસર ઊડે,
ઘોડવેલ્યું3 આવે રે ઉતાવળી.
ઘોડવેલ્યે બેસી બેનીબા ચાલ્યાં
દાદા તે…ભાઈ વળામણે.
વળો વળો રે મારા સમરથ દાદા,
અમને દીધાં તમે વેગળાં!