ચૂંદડી ભાગ 1/81.મેં તો હરખે ચાંપલિયો રોપાવિયો (કન્યા વળાવતાં)

From Ekatra Wiki
Jump to navigation Jump to search


81

માતા અફસોસ કરી રહી છે કે મારી ચંપાકળી મેં અંતરનાં અમૃત પાઈને ઉછેરી, ને આજ તો એ પારકાને હાથે ચૂંટાઈ ગઈ : ત્યારે સામે વરની માતા પણ રમૂજી ફરિયાદ મૂકે છે કે મારા પુત્રને ય પારકી જણીએ વશ કરી લીધો.

મેં તો હરખે ચાંપલિયો રોપાવિયો રે
મારો ઉછેરતાં ભવ જાય,
ફૂલડાં વેળાએ માળી લઈ ગયા રે!
મેં તો હરખે ને લાડવઈ1 મોટાં કર્યાં રે;
મારો ઉછેરતાં ભવ જાય,
કામની વેળાએ જમાઈ લઈ ગયા રે!
મેં તો હરખે ને જિયાવર મોટા કર્યા રે;
મારો ઉછેરતાં ભવ જાય;
કમાઈ વેળાએ વહુએ વશ કર્યા રે!