ચૂંદડી ભાગ 1/84.વરલાડડા રે, તારે કાને કારેલાં (જાન વળતાં)

From Ekatra Wiki
Jump to navigation Jump to search


84

જાણે એ તો વિજય કરીને આવે છે :
વરલાડડા રે, તારે કાને કારેલાં
માથડે મુગટ મોતી જડ્યો રે વરલાડડા!
વરલાડડા રે, તારો દાદોજી પૂછે
સાસરિયે જઈને મોભી શું જીત્યા રે વરલાડડા!
જીત્યા જીત્યા રે મારા સસરાની બેટી
બીજું તો જીત્યા સાયર સાસરું રે વરલાડડા!