ચૂંદડી ભાગ 1/85.ત્રાંબાકુંડી છે નગર સોહામણી (જાન વળતાં)

From Ekatra Foundation
Jump to navigation Jump to search


85

ત્રાંબાકુંડી તે નગર સોહામણી
માંહે ભરિયેલ ગવરીનાં ઘીય
સાહેબીનો આંબો મોરિયો
મારે કિયા ભાઈનાં વાજિંત્ર વાગિયાં
પેલા વેવાઈનાં પડિયાં નિશાન.          — સાહેલીનો.
મારે કિયા ભાઈને આંગણ આંબલો
મારે કિયા ભાઈને આવે શીળી છાંય.          — સાહેલીનો.
મારે કિયા ભાઈને મેડીએ દીવા બળે
પેલા વેવાઈને અંધારાં ઘોર.          — સાહેલીનો.

મારે કઈ વહુને ચીર ઉપર ચૂંદડી
કઈ વહુને રે મોતી જડ્યો મોડ.          — સાહેલીનો.

મારે કઈ વહુને કાંબી ઉપર કડલાં
કઈ વહુને ઘૂઘરીએ ઘમકાર.          — સાહેલીનો.